ભીંજાયેલી આંખોના આ મંઝર મળશે,
ઘર છોડી ને ના જાવ ક્યાંય ઘર ના મળશે,
અશ્રુ ને કદી ઝાકળ બુંદ ના સમજો,
ચાહત નો આવો સમંદર ના મળશે…
જિંદગીનો ઉજાસ તમને મુબારક, મને ધુમ્મસ જીવનનું મુબારક,
જિંદગીના સબંધો તને મુબારક, મને તન્હાઇ જીવનની મુબારક,
જિંદગીની ખુશીઓ તમને મુબારક, મને ગમ જીવનના મુબારક,
જિંદગીની મંઝીલ તમને મુબારક, મને મુકામ મારો મુબારક,
જિંદગીની હર ક્ષણ તમને મુબારક, મને તો સ્મરણનું રણ મુબારક.
સંસાર સાગર ની એક નાવ છે જીંદગી,
કદી ધૂપ કદી છાંવ છે જીંદગી,
કરી જુઓ સઘળા સંબંધો નો સરવાળો,
લાગણી થી બંધાયેલો ભાવ છે જીંદગી
સમજદારીનું બીજું નામ માણસ,
સમજહીન માનવ ન માનવ દીસે છે,
સમજદારી સેતુ, સંબંધો કિનારા,
સમજદારીથી સ્નેહ તો પાંગરે છે.
સુપ્રભાત.
મને દૂરપણું સાલે નિકટતાનું, ભરી ભીડમહીં લાગે એકલવાયું,
સહુ સ્વાર્થની દીવાલો ચણીને બેસતા, થતાં જડનાં મિલન, નહીં કોઇ ફાવતા,
નહીં ચેતનને નીરખી ચેતન નાચતું, ભરી ભીડમહીં લાગે એકલવાયુ.
સબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે,
પરંતુ, આજકાલ લોકો પૈસા સાચવે છે અને સબંધ વાપરે છે.સુપ્રભાત.
ભૂલો પડે ભગવાન જો તું, ભૂલો પડજે ગુજરાતમાં,
ભગવાન તારા પુનીત પગલા કરજે સદા ગુજરાતમાં,
જયાં ભ્રષ્ટાચારીઓની ભીડ છે, છુટા ફરે આતંકવાદી આખલા,
બિન્દાસ્ત થઇ ફરતા રહે ભેળસેળિયા, ને ખૂની અહી,
દુર્યોધનને દુશાસનોની કમી પણ તને નડશે નહિ,
કુરુશેત્ર જોવું હોય પ્રભુ તો, તું ભૂલો પડજે ગુજરાતમાં, આબધુ હોવા છતાયે દેશ મારો છે મહાન,
ઠેર ઠેર મંદિર અહી ને ભીડ ભકતોની ઘણી, તારા વિનાની મૂર્તિ અહી સોના નીચે દબાય છે,
આ બધું જોઈ ને શ્વાસ મારો રુધાય છે, આવીશ જલ્દી હવે આ ભ્રષ્ટાચારી ગુજરાતમાં !!!
કામ શરમનો અને ખરાબ માણસની સેવા ચારિત્રયનો નાશ કરે છે.
Welcome to WordPress.com! This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.
Happy blogging!